આણંદઃ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંકુલમાં મંગળવારે બપોરે સિન્ડીકેટ સભા પૂરી થયા બાદ સરકાર વતીના સિન્ડીકેટ સભ્ય રાજેશ પટેલ અને આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીના પ્રમુખ અને સિન્ડીકેટ સભ્ય બિપિનચંદ્ર પી પટેલ (વકીલ) વચ્ચે તું-તું-મૈં-મૈ થઈ હતી આ દરમિયાન રાજેશ પટેલે બિપિન પટેલને એઓ લુખ્ખા કહેતા બિપિન પટેલ સામે તું લુખ્ખો છે લુખ્ખો સાલાકહી સામ સામો અપશબ્દોનો વરસાદ કર્યો હતો