વડોદરા: સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી શોભાયાત્રાએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું જેમાં વિવિધ વેશભૂષામાં સજ્જ થયેલા બાળકો, યુવાનો 21 બગીમાં જોડાયા હતા 500 જેટલી બાઇક ઉપર યુવાનો, 10 ખુલ્લી જીપ, 200 જેટલી કાર સાથે ભૂદેવો શોભાયાત્રામાં જોડાયા હતા મહારેલી આદિવાસી નૃત્ય અને આંખે પાટા બાંધીને સ્કેટીંગ કરતા 12 વર્ષના રોનીત જોષીએ આકર્ષણ જમાવ્યું હતું