મુંબઈમાં રાત્રે અઢી વાગ્યાના અરસામાં એક છોકરી ATMમાં પૈસા ઉપાડવા જાય છેઑટોના પૈસા ચૂકવવા માટે ATMમાં પૈસા ઉપાડવા ગઈ ત્યારે એક શખ્સ પાછળ-પાછળ અંદર ઘૂસે છેઆ શખ્સે મદદ કરવાની વાત કરી પણ છોકરી મદદ લેવાનો ઈન્કાર કરે છેઆ શખ્સ છોકરીની હાજરીમાં જ પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢી અશ્લિલ હરકત શરૂ કરતા ગુસ્સે થયેલી છોકરી વીડિયો ઉતારે છેછોકરીનો ગુસ્સો જોઈ શખ્સ ATM છોડીને ભાગે છેછોકરીએ પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો સાર્વજનિક કરતા કહ્યું છે કે તેના બર્થ-ડેની રાત્રે આ કડવો અનુભવ થયો છેપોલીસે સંદીપ કુંભરકર નામના આ શખ્સની ધરપકડ કરી લીધી છે