સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેટમાં મીટર પેટીમાં આગ લાગ્યા બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 22નો ભોગ લેવાયો હતો જેમાં ફાયરબ્રિગેડની ક્ષતિઓ સામે આવી હતી ત્યારે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા કેન્સર ઈન્સ્ટીટ્યુટની મીટર પેટીમાં લાગેલી આગ બાદ ફાયરબ્રિગેડ સતર્ક બન્યું હોય તેમ પાંચ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયરબ્રિગેડે ગણતરીની મિનીટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો