વહુએ સાસુના વાળ ખેંચીને ખાટલામાં જ માર્યાં, મુખ્યમંત્રીએ પણ અત્યાચારને વખોડ્યો

DivyaBhaskar 2019-06-08

Views 1

હરિયાણાનો એક વીડિયો વાઈરલ થતાં જ યૂઝર્સે સાસુ પર અત્યાચાર કરતી વહુને વખોડીને તેના પર સખત પગલાં ભરવાની માગ પણ કરી હતીમળતી વિગતો મુજબ મહેન્દ્રગઢ જીલ્લામાં રહેતાં ચંદા બાઈ નામનાં આ વિધવાને તેમની વહુ સતત આ રીતે માર મારીને હેરાન કરતી હતી સાસુપર રોજ થતા આ અત્યાચારનો વીડિયો તેમના પાડોશીની દિકરીએ સંતાઈને રેકોર્ડ કર્યો હતોબાદમાં આ વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો પોલીસે બાદમાં આ પુત્રવધૂનીઓળખ કાંતા બાઈ તરીકે કરીને તેની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી પોલીસના જણાવ્યા મુજબ80 વર્ષનાં ચંદાબાઈના પતિ
બીએસએફમાં ફરજ નિભાવતા હતા તેમના નિધન બાદ વિધવા થયેલાં આ વૃદ્ધા તેમને મળતા પેન્શન પર જ નિર્ભર છે જો કે છતાં પણ કોણ જાણે
કેમ કાંતાબાઈ તેની સાસુને ભાર સમજીને સતત હેરાન કરતી હતી સાથોસાથ મોકો મળે ત્યારે આ રીતે માર પણ મારતી હતી આ વીડિયો વાઈરલ
થતાં જ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ તેને વખોડીને માહિતી આપી હતી કે આ વૃદ્ધા પર આવો જુલમ કરનાર તેની વહુની સામે
પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS