ગોંડલ પંથકમાં આભ ફાટ્યું, દોઢ કલાકમાં 8 ઇંચ વરસાદ

DivyaBhaskar 2019-06-27

Views 4.1K

ગોંડલ:સૌરાષ્ટ્રમાં ગઇકાલે મેઘ મહેર થઇ હતી જેમાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી માંડી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ અને નાના સખપુર સહિતના સીમ વિસ્તારમાં દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ પડતા ખેતરોનું ધોવાણ થયું છે તેમજ ખેતરોના પાળા તૂટતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે આ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેમ મુશળધાર વરસાદ પડ્યો હતો આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા આવેલા પૂરહોનારતની યાદે ફરી તાજી થઇ હતી

30 જુન સુધી સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે

ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા તરફથી જણાવવામાં આવ્યું છે કે, ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના રાજકોટ જિલ્લામાં આગામી 30 જુન દરમિયાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું રહશે તેમજ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ 18થી 31 કિમી રહેવાની શક્યતા છે આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમિયાન 35-36 ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન 26-27 ડિગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ(એમએમમાં)

ઉપલેટા 77

કોટડા 42

ગોંડલ 132

જેતપુર 22

જસદણ 31

જામ કંડોરણા 40

ધોરાજી 107

પડધરી 40

લોધિકા 80

વીંછીયા 34

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS