પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે હાર્દિક પંડ્યાને તેમની સાથે ટ્રેનિંગ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ મેચમાં પંડ્યાએ ટીમ ઈન્ડિયાના સ્કોરમાં 46 રનનું મહત્વનું યોગદાન આપ્યું છે તેમને ધોની સાથે 70 રનની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલ પરિસ્થિતીઓમાંથી બહાર કાઢ્યું હતું તેમણે એક વિકેટ પણ લીધી છે જો કે, રઝાકને હાર્દિકમાં ટેકનીકલ ખામી જોવા મળી હતી ત્યારબાદ તેમને ટ્વીટ કરીને હાર્દિકને સલાહ આપી હતી