અંબાજી: અંબાજી નજીક ડોમેસ્ટિક અથવા ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તેવી જોગવાઇ તેમજ અંબાજીને રેલવે લાઇન સાથે જોડવાનું પણ પ્લાનિંગ સરકાર કરી રહી હોવાનું રવિવારે મા અંબાના દર્શને આવેલા રાજ્ય સભાના સાંસદએ જણાવ્યું હતું ગુજરાત રાજ્ય સભાના નવા ચૂંટાયેલા સાંસદ જુગલજી ઠાકોર રવિવારે પોતાના પરિવાર અને મિત્રો સાથે યાત્રાધામ અંબાજીમાં માઁ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા પુજારીએ માથે પાવડી મૂકી તેમજ ચૂંદડી ઓઢાડી આશીર્વાદ પ્રદાન કર્યા હતા ત્યારબાદ જુગલજી ઠાકોરે માતાજીની ગાદી ઉપર જઇ ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લઇ રક્ષા પોટલી બંધાવી હતી