મોડાસા: આજે રવિવારે સવારે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં કેટલાક અસંતુષ્ઠ દ્વારા ચૂંટણી મોકૂફ રખાઈ હોવાની અફવા ફેલાવવામાં આવી હતી પરંતુ સમગ્ર અફવાનો ભાંડો ફૂટતાં મતદાન કરવા શિક્ષકોની લાઈન લાગી હતી
મતદાન માટે શિક્ષકોની લાઈનો જોવા મળી હતી કટેલાક અસંતુષ્ટ દ્વારા ચૂંટણી ન યોજાવાની હોવાની અફવાઓ ફેલાવવામાં આવી હતી આમછતાં મતદાન માટે શિક્ષકોએ લાઈન લગાવતા સ્થાપિત હિતોનો કચ્ચરઘાણ વળી ગયો હતો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને કોર્ટના આદેશ મુજબ 14મી જુલાઈએ ચૂંટણી યોજાઈ રહી છે