ઈસરોના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-2માં આવેલી ટેકનીકલ ખામીને દુર કરી દેવાઈ છે ચંદ્રયાન લોન્ચ થવા માટે હવે સંપૂર્ણ રીતે સક્ષમ છે જેથી હવે તેને 22મી જુલાઈના રોજ બપોરે 243 કલાકે લોન્ચ કરવામાં આવશે આ પહેલાં ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈએ રાતે 251 મિનિટે કરવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ લોન્ચિંગ વ્હિકલમાં ટેક્નીકલ ખામી આવવાના કારણે તેને પાછું ઠેલી દેવામાં આવ્યું હતું 15 જુલાઈની રાતે મિશનની શરૂઆતના 56 મિનિટ પહેલાં જ ઈસરોએ ટ્વિટ કરીને લોન્ચિંગ પાછુ ઠેલી દેવાની જાહેરાત કરી હતી