તમિલનાડુમાં અજાણ્યા હુમલાખોરોએ DMKના પૂર્વ મેયર, તેમના પતિ સહિત ત્રણ લોકોની હત્યા કરી દીધી હતી ઘટના મંગળવારે સાંજે તિરુનલવેલી શહેરમાં બની હતી પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉમા મહેશ્વરી(61), પતિ મુરુગ શંકરન(65) અને નોકરાણી મારી (30)ની લાશ તેમના ઘરની અંદરથી મળી આવી હતી બોડી પર ચાકુના ઘા કરવા અને લાકડી વડે માર માર્યાના નિશાન મળી આવ્યા છે ઉમાએ 1996માં દ્રમુકની ટિકિટ પર તિરુનલવેલી નિગમની ચૂંટણી જીતીને શહેરના પહેલા મેયર બન્યા હતા