પુલ પર કિસ કરતાં સમયે 50 ફૂટ નીચે કપલ પટકાયું, સીસીટીવીમાં કેદ શોકિંગ ઘટનાક્રમ

DivyaBhaskar 2019-08-11

Views 249

પેરૂ- એક અજીબોગરીબ કહી શકાય તેવા ઘટનાક્રમના શોકિંગ સીસીટીવી સામે આવ્યા હતા ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કપલ પુલની રેલિંગ પર પોતાની મસ્તીમાં મગ્ન છે યુવતી તેના બંને પગ યુવકની કમરે ભરાવીને તેને આલિંગન આપીને કિસ કરતી હોય છે ત્યારે આ અકસ્માત સર્જાયો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે રેલિંગ પર બેઠેલી યુવતીએ અચાનક જ બેલેન્સ ગુમાવતાં તેને ભેટેલો યુવક પણ તેની સાથે જ નીચે પટકાય છે બંને જણા પુલથી 50 ફૂટ નીચે પટકાયાં હતાં આટલે ઉંચેથી પડવાના કારણે યુવતીએ ત્યાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયેલા યુવકનું પણ સારવાર સમયે જ મોત થયું હતું
પોલીસે તપાસ હાથ ધરીને બંનેની ઓળખ મેબેથ એસપિનોઝ અને હેક્ટર વિદલ તરીકે કરી હતી 3 ઓગસ્ટે આ કપલ કસ્કોમાં આવેલા નાઈટક્લબમાંથી પરત આવતી વખતે પુલ પર ઉભું હતું ત્યારે આ અકસ્માત થયો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS