DEO કચેરીમાં નળિયાની છત, પાણી ટપકે છે, યોગ્ય ટોયલેટ નથી, સિન્ડીકેટ સભ્યે રૂપાણીને પત્ર લખ્યો

DivyaBhaskar 2019-08-16

Views 79

રાજકોટ:ગુજરાત સરકાર સ્માર્ટ સિટી સહિત સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસિસના બણગા ફૂકી રહી છે, પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનું ચિત્ર જ કંઇક અલગ જોવા મળી રહ્યું છે રાજકોટ જિલ્લાના સરકારી શિક્ષણનો જ્યાંથી વહીવટ થાય છે ત્યાં નથી કાયમી ઠેકાણું હાલ આ કચેરીની ભાવનગરના ઉતારાના પટાંગણમાં કાર્યકારી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નથી માત્ર ધીમી ધારે વરસાદ આવે તો ડીઇઓ કચેરીમાં પાણી ટપકે છે કારણ કે આજના સમયમાં પણ તેની છત નળિયાવાળી છે એટલું જ નહીં યોગ્ય કહી શકાય તેવા ટોયલેટ પણ નથી સૌરાષ્ટ્ર યુનિર્વસિર્ટીના સિન્ડીકેટ સભ્ય ડોધરમ કાંબલિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS