ઉનાઃતાલુકામાં આવેલા જામવાળા ધોધમાં યુવાનો ભેખડ પરથી છલાંગ મારતો જોવા મળે છે ઉલ્લેખનીય છે કે, અહીંના લોકો આ ધોધને ‘મોતનો ધોધ’ પણ કહે છે કારણ કે અત્યાર સુધીમાં આ ધોધમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યાં છે આ ઉપરાંત સ્થાનિક પ્રશાસને પણ આ ધોધમાં છલાંગ લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે તે છતાં અહીંના યુવાનો છલાંગ લગાવતા નજરે ચડે છે