નખત્રાણા: કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામ પાસે ચાલતી મારૂતીવાનમાં મંગળવારે અચાનક આગ લાગી હતી આગ લાગતા જ સદભાગ્યે મુસાફરો સમયસર ચેતી જતા મોટી જાનહાનિ ટળી હતી જો કે આસપાસના લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી અને અન્ય વાહનોને નજીક જતા રોક્યા હતાં આગના કારણે આખી વાન બળીને ખાખ થઇ ગઇ હતી
(માહિતી, રોનક ગજ્જર, ભુજ)