પાલનપુરઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીનો પ્રસાદ માઇભક્તોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરના ચાચર ચોકમાં વધારાનાં પ્રસાદ કેન્દ્રો પણ ગોઠવવામાં આવશે આશ્ચર્યની વાત એ છે કે મોહનથાળ જ્યાં બને છે તે પ્રસાદઘરમાં ક્યારેય કીડી મકોડા આવતા નથીભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 32 લાખ પ્રસાદના પેકેટ બનાવવામાં આવનાર છે જેમાં પ્રસાદના નાના પેકેટ 30 લાખ તથા મિડીયમ અને મોટા પેકેટ 2 લાખ બનાવાશે મોહનથાળનો પ્રસાદ બનાવવા 6 હજાર ડબ્બા ઘી (90 હજારકિલો)નો ઉપયોગ કરાશે ઉપરાંત 120 લાખ કિલો બેસન, 180 લાખ કિલો ખાંડ, દૂધ 21 હજાર લીટર અને ઇલાયચી 240 કિલોનો ઉપયોગ કરાશે