વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશભરમાંથી મળેલી 2700થી વધુ ભેટની 14મી સપ્ટેમ્બરે હરાજી કરાશે નીલામીમાં આવેલી રકમનો ઉપયોગ ગંગાની સફાઈ માટે ખર્ચ કરવામાં આવશે આ ભેટની હરાજી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવશે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ્સમાં પીએમને મળેલી 2700 જેટલી ભેટનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે નરેન્દ્ર મોદીને વિવિધ સંગઠનો અને મુખ્યમંત્રીઓ દ્વારા કુલ 2,772 ભેટ આપવામાં આવી છે, જેમાં શાલ, તસવીરો અને તલવાર સામેલ છે
સંસ્કૃતિ મંત્રી પ્રહ્લાદ પટેલે કહ્યું કે, વડાપ્રધાનને છેલ્લા છ મહિનાઓમાં મળેલી ભેટની નીલામી કરવામાં આવી રહી છે હું વડાપ્રધાનને આ માટે ભેટમાં મોમેન્ટોની ઓછામાં ઓછી કિંમત 200 અને વધુમાં વધુ 25 લાખ રૂપિયા છે સિલ્ક પર બનાવાયેલી મોદીની તસવીરની કિંમત સૌથી વધારે છે જેને સીમત્તી ટેક્સટાઈલના માલિક કન્નનને ભેટ આપી હતી