સુરતઃ ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ લોકોમાં મસમોટ દંડને લઈને ડરના માહોલ વચ્ચે નિયમોનું પાલન કરી રહ્યા છે જોકે, તેમાં આંશિક રાહત થઈ છે દરમિયાન હવે હેલમેટની ચોરી થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ઉન ગામમાં રહેતા યુવક કોટક મહિન્દ્રા બેંકમાં રૂપિયા જમા કરાવવા આવ્યો હતો દરમિયાન પાર્કિંગમાં પાર્ક કરેલી તેની મોપેડ એક્ટીવા પરથી અજાણ્યા ઈસમ હેલમેટની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે યુવક દ્વારા ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસ તપાસ હાથ ધરી છે