વડોદરાઃ છેલ્લા છ માસથી દુષિત પાણી અને અપુરતા પ્રેસરથી મળી રહેલા પાણીથી ત્રાહિમામ પોકારી ગયેલા શહેરના તાંદલજા વિસ્તારની મહિલાઓએ ઝોનની ઓફિસમાં જઇ માટલા ફોડ્યા હતા નોંધનીય છે કે, નર્મદા કેનાલમાં પડેલા ભંગાણને પગલે આજથી ચાર દિવસ વિસ્તારને પાણી મળવાનું નથી શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા છ માસથી દુષિત પાણી પી રહ્યા છે એતો ઠીક જે દુષિત પાણી આવે છે તે પણ પુરતા પ્રેસરથી મળતું નથી સામાજિક કાર્યકર અસ્ફાક મલેક દ્વારા વિસ્તારના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ ઓફિસમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ, કાઉન્સિલરો અને વોર્ડ અધિકારીઓ દ્વારા માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવ્યા હતા પરંતુ, પ્રશ્ન હલ કરવામાં આવતો ન હતો