ગ્વાલિયરઃમધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે શનિવારે નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું કે ભાજપના લોકો(મોદી અને શાહ) એ સ્પષ્ટ કરવું જોઈએ કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે દેશભક્ત હતા કે નહિ ?
દિગ્વિજયે કહ્યું ભાજપ પોતાને રાષ્ટ્રવાદી પાર્ટી ગણાવે છે અને કહે છે કે તે પાકિસ્તાનની સામે લડી રહી છે આ કેવો રાષ્ટ્રવાદ છે કે તેમના લોકો જ રૂપિયા લઈને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરે છે કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે ભાજપ અને બજરંગ દળના કેટલાક લોકો આઈએસઆઈની જાસૂસી કરતા પકડાયા પણ હતા આ લોકો હાલ જામીન પર બહાર ફરી રહ્યાં છે, પરંતુ તેમની પર કેસ હાલ પણ ચાલી રહ્યો છે