ચિલીમાં મેટ્રોનું ભાડું વધારતા લોકોએ વિરોધ કર્યો અને આ વિરોધ પ્રદર્શન એટલા મોટા પ્રમાણમાં વધ્યું કે તેમાં રમખાણો થવા લાગ્યા જેમાં 12 લોકોના મોત થયા છે ચિલીના દક્ષિણી શહેર તાલકાહુઆનોમાં નૌસૈનાના એક ટ્રક નીચે એક 22 વર્ષના યુવકનું કચડાઈ જવાથી મોત થતાં સ્થિતિ વધુ વણસી છે, લોકો ઠેર ઠેર આગ લગાવી વિરોધ જતાવી રહ્યા છે અમુક સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે આ વિરોધ પ્રદર્શનમાં 208 લોકો ઘાયલ થયા છે જેને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે આમાંથી 10 લોકોની હાલત બહુ ગંભીર છે