અમદાવાદઃશહેરના ખોખરા નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજના છેડે ભૂવો પડ્યો છે શીતળા માતાના મંદિર પાસેથી સાંઇબાબાના મંદિર સુધી ભૂવો પડ્યો છે જેમાં પાણીની પાઇપમાં લીકેજ થયું છે જેને કારણે હજારો લીટર પાણી વેડફાયું છે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક રહીશોએ AMC તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્રએ કોઈ પગલાં લીધાં નથી આ રસ્તાનો કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી શહેરીજનોને પાણીવાળા રસ્તા પરથી પસાર થવું પડે છે જેને કારણે શહેરીજનો હાલાકીનો સામનો કરી રહ્યાં છે