વડાપ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી વાર બ્રિક્સમાં સામેલ થવા આજે બ્રાઝિલ રવાના થયા તેઓ અહીં 13 અને 14 નવેમ્બરે આયોજિત સંમેલનમાં ભાગ લેશે આ વખતે સમીટની થીમ ‘ઉન્નત ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધી’ની છે વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી પહેલીવાર બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા 2014માં બ્રાઝિલ શહેરના ફોર્ટલેઝા ગયા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદી મંગળવારે બપોરે બ્રાઝિલના પાટનગર બ્રાઝિલિયા માટે રવાના થયા છે આ યાત્રા દરમિયાન તેમની સાથે એક બિઝનેસ ડેલિગેશન પણ સામેલ થયું છે આ ડેલિગેશન ખાસ કરીને બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લેશે