સુરતઃનવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં આવેલા ઋષિકેશ એવન્યુ એપાર્ટમેન્ટમાં કરિયાણાના વેપારીઓ સહિતના દુકાનદારોને ધાક ધમકી આપીને અસામાજિક તત્વો તોડફોડ કરીને હપ્તો ઉઘરાવતાં હતાં ગમે ત્યારે આવીને ટપોરીઓ પાંચસો રૂપિયાથી 3 હજાર સુધીના હપ્તા વસૂલતાં આખરે સીસીટીવીમાં કેદ થયેલા અસામાજિક તત્વોની તોડફોડના દ્રશ્યો સાથે વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે