પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા પી ચિદમ્બરમ 106 દિવસ પછી જેલની બહાર આવ્યા છે આઈએનએક્સ મીડિયા મામલે સીબીઆઈએ પી ચિદમ્બમરની તેમના ઘરેથી ધરપકડ કરી હતી ગઈ કાલે જ એમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે ગુરુવારે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે પ્રેસ કોન્ફરન્સ કરીને 106 દિવસ પછી તમારી સાથે વાત કરીને ખુશી મળી છે મારી જ્યારે ઘરેથી ધરપકડ કરવામાં આવી ત્યારે સૌથી પહેલા જમ્મુ-કાશ્મીરના લોકોની યાદ આવી જેમને આ રીતે રાખવામાં આવ્યા હતા
તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આજે કોઈ પણ આરોપ વગર લોકોની ધરપકડ કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું તેઓ સ્વાગત કરે છે જે કેસ કોર્ટમાં ચાલે છે તે વિશે તેઓ કોઈ નિવેદન નહીં આપે છેલ્લા 106 દિવસ મારી સાથે જે થયું તેના કારણે હું વધારે મજબૂત થયો છું મંત્રી તરીકે મારો રેકોર્ડ એકદમ ક્લીન રહ્યો છે જે લોકોએ મારી સાથે કામ કર્યું છે તે લોકોને આ વાત ખૂબ સારી રીતે ખબર છે