મોરબી: મોરબીથી જામનગર હાઇવે પર આમરણ અને પીપળીયા ગામ વચ્ચે આવેલો જર્જરીત પુલ ધરાશાયી થયો છે ઘણા સમયથી પુલ જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી પુલ ધરાશાયી થયો ત્યારે વાહનોની અવરજવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે જો કે પુલ ધરાશાયી થતા માળિયામિયાણા, જામનગર, ધ્રોલ તરફ જતો વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે માળિયાથી જામનગર જતો આ એક જ રસ્તો છે રસ્તાની બન્ને બાજુ વાહનોના થપ્પા લાગી ગયા છે