ભારત અને રશિયાએ સંયુક્ત રીતે તૈયાર કરેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું મંગળવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે બ્રહ્મોસને ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી મંગળવારે સવારે 845 વાગે છોડવામાં આવી હતી
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની લંબાઈ 9 મીટર છે અને તે 200 કિગ્રા વજન લઈ જવાની ક્ષમતા ધરાવે છે જહાજથી છોડવાના સંજોગોમાં તે 14 કિમી ઉંચાઈ સુધી અને અવાજ કરતા બમણી ગતિથી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે સોલિડ પ્રોપેલેન્ટથી સંચાલિત આ મિસાઈલ 290 કિમીની રેન્જ ધરાવે છે અને લક્ષ્યથી 20 કિમીના અંતરેથી તેનો માર્ગ બદલવાની પણ ક્ષમતા રાખે છે
બ્રહ્મોસ મિસાઈલ ખાસ કરીને દરિયામાં સબમરીન અને જહાજને નિશાન બનાવવામાં મદદરૂપ સાબિત થશે આ મિસાઈલે પરિક્ષણના તમામ માપદંડોને પૂર્ણ કરી લીધા છે ઉલ્લેખનીય છે કે, ભારતની બ્રહ્મપુત્રા નદીના નામમાંથી 'બ્રહ્મ' અને રશિયાની મોસકાવા નદીના નામમાંથી 'મોસ' લઈ આ મિસાઈલનુ નામ બ્રહ્મોસ પાડવામાં આવ્યું છે,