રાજકોટ: શહેરની એસસીજી હોસ્પિટમાં નર્સ તરીકે ફરજ બજાવી રહેલી તૃષ્ણા લાઠીયાનું રહસ્યમય મોત નીપજ્યું હતું સાંજે હોસ્પિટલથી ઘરે આવી ત્યારે હાથમાંથી સોય મળી હતી સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં નોકરી કરી હતી રાતે જમીને સુઇ ગયા બાદ તૃષ્ણા જાગી નહોતી આથી પરિવારે તેને જગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મૃત્યુ પામી હતી પરિવારજનોની માંગ છે કે, તૃષ્ણા પાસે સોય ક્યાંથી આવી તે અંગે તપાસ કરવામાં આવે હાલ તૃષ્ણાનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે