ભારતમાં લોકોની સંસ્કૃતિ અને ધર્મ ભલે જે પણ હોય, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશના 130 કરોડ લોકોને હિન્દુ માને છે RSS પ્રમુખ મોહન ભાગવતે બુધવારે તેલંગાણામાં યોજાયેલા ત્રણ દિવસીય વિજય સંકલ્પ શિબિરમાં આ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે, જે રાષ્ટ્રવાદી છે, જે ભારતીય સંસ્કૃતિનું સન્માન કરે છે, તે બધા હિન્દુ છે દરેક સમાજ આપણો છે અને સંઘ એકજૂથ સમાજનું નિર્માણ કરવા માંગે છે
ભાગવતે કહ્યું કે, જ્યારે સંઘ હિન્દુ કહે તો દરેક તેમાં સામેલ થઈ જાય છે અને જે લોકો એવું માને છે કે ભારત તેમની માતૃભૂમિ છે એવા લોકો જે દેશને પાણી, જમીન, પશુ અને જંગલોને પ્રેમ કરે છે અને જે દેશની મહાન સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે જીવે છે, તે દરેક હિન્દુ છે