અમદાવાદઃ દીકરીને સાપનો ભારો સમજનારા અને માતાની ઉદરમાં જ હત્યા કરનારાઓની આપણા દેશમાં કોઈ કમી નથી કેટલાક સમાજમાં દીકરીને જન્મની સાથે એક સમજવામાં આવે છે, પરંતુ આ દીકરી જ્યારે એક કેન્સરગ્રસ્ત બાપની સારવાર માટે શહેરના માર્ગો પર પુરુષનું કામ ઘરે ત્યારે દરેક દીકરીના બાપની આંખમાંથી આંસુ સરી પડે છે અમદાવાદની એક દીકરી જેને એક પગ નથી, પરંતુ શિક્ષિત છે પણ નોકરી નથી પિતા છે પણ લાચાર છે ત્યારે આ દીકરી અમદાવાદના રસ્તા પર રીક્ષા ચલાવે છે અંકિતા શાહ નામ દિવ્યાંગ દીકરી પરિવારજનોના ભરણપોષણ અને કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે રીક્ષા ચલાવે છે