સોમાલિયાની રાજધાની મોગાદિશૂમાં કારમાં બોમ્બ બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત થયા હતામૃતકોમાં મોટાભાગના સ્ટૂડન્ટ્સ હતાં અફગોઈ રોડ પરની એક પોલીસ ચોકી પાસે આત્મઘાતી હુમલાખોરે કારને ઉડાવી દીધી હતીબ્લાસ્ટ રોડ પરની ટેક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને કરાયો હતો અધિકારીઓ રોડ પરથી નિકળતા વાહનોની તપાસ કરી રહ્યા હતા ત્યારે જ એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી મધ્ય અને દક્ષિણ સોમાલિયાના કેટલાંક સ્થળો પર અલકાયદાનું નિયંત્રણ છે