જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં રવિવારે ફી વધારા મુદ્દે દેખાવો દરમિયાન હિંસા થઈહતી બુકાનીધારી ગુંડાઓએ દેખાવકારો પર ડંડા અને લોખંડના રૉડથી હુમલો કર્યો હતો અંદાજે 3 કલાક સુધી બે જૂથ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું હુમલામાં સ્ટુડન્ટ યુનિયન અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 20 લોકો ઘાયલ થયા છે આઈશીએ એબીવીપી પર હુમલાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, બુકાનીધારી ગુંડાઓએ મને ખૂબ ખરાબ રીતે માર્યો જેએનયુમાં હિંસા પછી મોટી સંખ્યામાં પોલીસબળ તહેનાત કરવામાં આવ્યું છે સોમવારે દિલ્હી પોલીસે તપાસ માટે જોઈન્ટ કમિશ્નરની આગેવાનીમાં ટીમ બનાવી છે જેએનયુમાં ગઈકાલે થયેલી હિંસાના વિરોધમાં આજે મુંબઈ, અલીગઢ અને કોલકાતામાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે તે ઉપરાંત મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા બહાર પણ વિદ્યાર્થીઓ દ્વારા ધરણાં-પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે