ભિલોડામાં બે પલ્સર બાઈકના અકસ્માત બાદ પત્ની ટ્રેક્ટર નીચે કચડાઈ, CRPF જવાનનું આક્રંદ

DivyaBhaskar 2020-01-10

Views 1.5K

મોડાસા:અરવલ્લી જિલ્લામાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા અકસ્માતમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ભિલોડાની હાથમતી નદી નજીક બેફામ બાઈક ચાલકે સીઆરપીએફ જવાનની બાઈકને અડફેટે લેતા બાઈક પર બેઠેલી તેની પત્ની રોડ પર પટકાઈ હતી જેને પગલે પાછળ આવતા ટ્રેક્ટરના ટાયર તેના પર ફરી વળતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અકસ્માતમાં સીઆરપીએફ જવાનની પત્નીનું તેની આંખો સામે જ મોત નિપજતા તેણે પત્નીના મૃતદેહને પકડી ભારે કલ્પાંત કરી મુક્યું હતું જેને પગલે વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS