વડોદરાઃપાદરાના ગવાસદ ગામે આવેલ એમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા લી કંપનીમાં શનિવારે બ્લાસ્ટ થયો જેમાં 6ના મોત થયા હતાં વડું પોલીસે કંપનીના માલિક સહિત ડાયરેકટ, સુપરવાઈઝર સહિત પ્લાન્ટ ઓપરેટર સહિત 5 ની સામે ફરિયાદ નોંધાઇ હતી વડું પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળ પર પહોંચી હતી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો વડું પોલીસે સત્યકુમાર બાલ નાયર (ડાયરેકટર), રાજુ રાઠવા (ઓપરેટર કમ સુપરવાઈઝર), આકાશ અગ્રવાલ (પ્લાન્ટ મેનેજર) સહિત 3 ની ધરપકડ કરી હતી જ્યારે કંપનીના માલિક સિદ્ધર્થ પટેલ અને ડાયરેકટર શ્વેતાસુ પટેલ હજુ પોલીસ પકડથી દુર છે પોલીસ કંપની પર તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે