પોતાના વિવાદીત નિવેદનોથી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઉભી કરનાર નેતા મણિશંકર અય્યરે ફરી એક વાર વિવાદીત ટીપ્પણી કરી છે, દિલ્હીના શાહિન બાગમાં નાગરિકતા કાયદા વિરૂદ્ધ ધરણાંમાં પહોંચેલા કોંગી નેતાએ લોકોને સંબોધતા કહ્યું હતું કેજે પણ કુરબાનીઓ આપવી છે, તેમાં હું પણ સામેલ થવા તૈયાર છું, હવે ખબર પડશે કે કોનો હાથ મજબૂત છે અમારો કે તે કાતિલ નો જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે આ કાતિલ કોણ છે તો તેમણે સવાલને ટાળી દીધો હતો આ પહેલા તેઓપીએમ નરેન્દ્ર મોદી માટે નીચ અને ચાયવાળો જેવા શબ્દો વાપરી ચૂક્યા છે