શિવસેના સાંસદ સંજય રાઉતે ગુરુવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને ડોન કરીમ લાલા વચ્ચેની મુલાકાત અંગે આપેલા નિવેદન માટે સફાઈ આપી છે તેમણે કહ્યું કે, ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા સાથે એક પઠાણ નેતા તરીકે મુલાકાત કરતા હતા હું પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીનું સન્માન કરું છું જો કે, તાજેતરમાં એક મરાઠી છાપાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સાંસદ સંજય રાઉતે ઈન્દિરા ગાંધી વિશે સ્ફોટક વાત કરી હતી જે અંગેભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે પુછ્યું હતુ કે- ‘શું કોંગ્રેસ અંડરવર્લ્ડના સહારે ચૂંટણી જીતતી હતી?,શું કોંગ્રેસને અંડરવર્લ્ડમાંથી ફાઈનાન્સ મળતું હતું?’