‘કેજરીવાલ અપના હીરો હૈ, બિજલી કા બિલ ઝિરો હૈ’, ડુંગળી વેચવાની સાથે કર્યા વખાણ

DivyaBhaskar 2020-01-16

Views 46

દિલ્હીની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાતાં જ બધા જ પક્ષ પોતપોતાની રીતે મતદારો સુધી તેમને સ્પર્શતા મુદ્દાઓ લઈ જવાની મથામણ કરવા લાગ્યા છે તેવામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેમના ટ્વિટર અકાઉન્ટ પર એક ડુંગળી વેચનારનો વીડિયો શેર કર્યો છે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે આજે કોઈએ મને આ વીડિયો મોકલ્યો છે પ્રેમ વ્યક્ત કરવા માટેનો અનોખો પ્રયાસ મને પણ તેને મળવાનું ગમશે
જોતજોતામાં જ ડુંગળી વેચનારનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે તેના ગ્રાહકોને આકર્ષવા માટે ‘કેજરીવાલ અપના હીરો હૈ, બિજલી કા બિલ ઝિરો હૈ’, ‘કેજરીવાલ કી દૂકાન ’, ‘મોદી ભક્ત કોઈ નહીં આયેગા ’જેવી બૂમો પાડી રહ્યો છે આ યુવકે સસ્તી ડુંગળી આપવાની સાથે જ કેજરીવાલની યોજનાઓ પણ પ્રમોટ કરી હતી કેજરીવાલે શેર કરેલા આ વીડિયોને જોઈને અનેક યૂઝર્સે આકરી પ્રતિક્રિયાઓ પણ આપી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS