દ્વારકા: જિલ્લાના ભાણવડ પાસે બુધવારે અલગ અલગ બે અકસ્માતના બનાવો બન્યા હતાં જો કે, બનાવમાં કોઇ જાનહાની સમાચાર મળ્યા નથી ભાણવડ ખંભાળિયા હાઇવે રોડ પર ભાણવડ નજીક રૂપામોરા પાસે હાઇવે પરથી કુદીને કાર નદીમાં ખાબકી હતી આ કાર ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયાની હોવાનું જાણવા મળ્યું હતું જેસીબીની મદદથી રેસ્ક્યુકરી કારની અંદર રહેલા તમામ લોકોને બહાર કાઢી બચાવી લેતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી