નીતિશે કહ્યું- શાહના કહેવા પર પ્રશાંત કિશોરને પાર્ટીમાં લાવ્યા હતા, જવું હોય તો જાય

DivyaBhaskar 2020-01-28

Views 5.2K

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે કહ્યું કે તેમણે અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કર્યા હતા જો તેઓ જવા ઇચ્છતા હોય તો જઇ શકે છે બિહારમાં ભાજપ અને JDU ગઠબંધન સત્તામાં છે પરંતુ પ્રશાંત કિશોર લગાતાર CAA અને NRC વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે JDU નેતા પવન વર્મા પણ દિલ્હીમાં ભાજપ સાથે ગઠબંધનનો વિરોધ કરી રહ્યા છે નીતિશના નિવેદન પર પ્રશાંત કિશોરે કહ્યું કે તેઓ બિહાર જઇને તેમને જવાબ આપશે

નીતિશ કુમારે કહ્યું - કોઇને અમે પાર્ટીમાં થોડા લાવ્યા છીએ અમિત શાહના કહેવા પર મેં પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરાવ્યા હતા અમિત શાહે મને કહ્યું હતું કે પ્રશાંતને પાર્ટીમાં સામેલ કરી લો હવે જો તેઓ જવા ઇચ્છતા હોય તો જઇ શકે છે પરંતુ જો તેમને JDU સાથે રહેવું હોય તો પાર્ટીના સિદ્ધાંતો પ્રમાણે ચાલવું પડશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS