વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 11માં ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન કર્યું મોદીએ કહ્યું- ભારત માત્ર એક બજાર નથી ભારત સમગ્ર વિશ્વ માટે તક પણ છે આ ડિફેન્સ એક્સપો વિશ્વનો ભારત પ્રત્યેના વિશ્વસને દર્શાવે છે તેમણે કહ્યું કે વિશ્વમાં ભારત એક સશક્ત ભૂમિકાને લઈને આગળ વધી રહ્યું છે આજનો આ પ્રસંગ ભારતની રક્ષા અને સુરક્ષા કરવાની સાથે-સાથે દેશના યુવાઓ માટે મોટી તક છે
મોદીએ કહ્યું કે મેક ઈન ઈન્ડિયાથી ભારતની સુરક્ષા વધશે અને રોજગારની તકો પણ વધશે વિશ્વમાં જ્યારે 21મી સદીની ચર્ચા થાય છે તો સ્વાભાવિક રીતે વિશ્વનું ધ્યાન ભારત તરફ કેન્દ્રિત થાય છે આજનો ડિફેન્સ એક્સપો તેની વ્યાપકતા, વિવિધતા અને વિશ્વમાં તેની ભાગીદારીનું જીવતો જાગતો પુરાવો છે