સુરતઃ સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજીત બિન આદિવાસીઓને અપાયેલા જાતિનાં પ્રમાણપત્રનાં વિરોધ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાનાં કોંગી ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે આક્રોશ ઠાલવ્યો હતો આદિવાસીઓને પોતાના હક્ક માટે તીરકામઠાં લઈ આગળ આવવા માટે આહવાન કરતો વીડિયો વાઈરલ થયો છે