વેરાવળ: વેરાવળની મુખ્ય બજાર સટ્ટા બજારમાં કાચની બે બરણીમાં બે સ્ત્રી ભ્રુણ મળી આવતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને બંને ભ્રુણ કબ્જે કરી પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા આ ભ્રુણ કોણ મુકી ગયું, ક્યાંથી આવ્યા સહિત અનેક સવાલો ઉઠ્યા છે આ અંગે પોલીસ તપાસ કરી રહી છે