ધુમ્મસભર્યાં વાતાવરણને પગલે જંબુસરમાં કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી

DivyaBhaskar 2020-02-21

Views 423

ભરૂચ: ધુમ્મસભર્યા વાતવરણના કારણે વિઝીબલિટી ઓછી થઇ જતાં જંબુસર પ્લાઝા સર્કલ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર સવાર એક જ પરિવારના બાળક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પ્લાઝા સર્કલ પાસેથી દિવાન પરિવાર બાઇક ઉપર પાદરાથી કાવી કંબોઈ જઇ રહ્યો હતો, તે સમયે કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકબરશાહ દીવાન, સબાનાબાનું દીવાન અને આલિયા દિવાન ઇજાગ્રસ્ત થયા હતા જેઓને 108 એમ્બ્યુલન્સમાં જંબુસર સીએચસી સેન્ટર ખાતે સારવાર માટે ખેસેડાયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS