એક સમયે ભાજપથી નારાજ રાજભા ઝાલા આપમાં જોડાશે, કોંગ્રેસના પૂર્વ MLA ઇન્દ્રનીલની ઘરવાપસીની શક્યતા

DivyaBhaskar 2020-03-02

Views 1K

રાજકોટ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીને આડે થોડા મહિના બાકી છે રાજકોટની રાજકીય પાર્ટીઓમાં ગતિવિધિ પણ તેજ થઇ છે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને મહાનગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે એક સમયે રાજભા ભાજપથી નારાજ થયા હતા અને રાજીનામું ધરી દીધું હતું ગત અઠવાડિયે અમદાવાદ ખાતે રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી આગામી સમયમાં દિલ્હી ખાતે પણ તેમને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ ઘર વાપસી કરે તેવી શક્યતા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS