કોરોનાવાઇરસના વધતા પ્રકોપથી ભારત સહિત સમગ્ર દુનિયા ચિંતિત છે આ મહામારીના કારણે સ્કૂલ, ઓફિસ, મોલથી લઇને સમગ્ર બૉલિવૂડ બંધ છે, તમામ કલાકારો પોતપોતાના ઘરોમાં બંધ છે, સ્ટાર્સ ઘરમાં રહીને વીડિયોથી લોકોને જાગૃત કરી રહ્યા છે, ત્યારે ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પણ એક વીડિયો પોસ્ટ કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે ખાસ કરીને અક્ષયે એવા લોકો પર નિશાન સાધ્યું છે જેઓ બીજાની પરવા કર્યા વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છેપાર્ટીઓ કરે છે તેમને કોરોનાવાઇરસથી સતર્ક રહેવાની સલાહ આપી છે