આજે 12 વાગે વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. જેમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ શિક્ષણમાં ભરતીના પ્રશ્ને આમને સામને આવી ગયાં હતાં.કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના નિધન અંગે ગૃહમાં દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. તેમના માનમાં બે મિનિટનું મૌન પાળી આજના દિવસની ગૃહની કામગીરી મોકુફ રાખવામાં આવી હતી.