કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે પાર્ટીના આંતરિક માળખામાં સંવાદ કરવો જોઈએ. કોંગ્રેસના સિનિયર નેતાઓ કાયમ ખુલ્લા મને વાત કરવા માટે તૈયાર હોય છે. હાર્દિક પટેલના વારંવારના નિવેદનોથી કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ દુ:ખી થયા છે. પાર્ટી લાઈનની બહાર નિવેદન આપવાથી કોંગ્રેસને જ નુકસાન થઈ રહ્યું છે.