કોંગ્રેસને રામ-રામ કહી ચૂકેલા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હવે આગામી 2-જૂને ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. 2017ની ચૂંટણીમાં ભાજપની જીત પર ખુદ હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યા હતા. અગાઉ પણ અવારનવાર હાર્દિક પટેલ ભાજપ સરકાર અને પાર્ટીના નેતાઓ વિરુદ્ધ નિવેદનો આપી ચૂક્યા છે.
હાર્દિક પટેલની સાથે જ શ્વેતા બ્રહ્મભટ્ટ પર કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. 2017ની ચૂંટણીમાં અમદાવાદની મણીનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે શ્વેતા બ્રહ્મભટ્ટને ટિકિટ આપી હતી. જો કે ભાજપના સુરેશ પટેલ સામે શ્વેતા બ્રહ્મભટ્ટનો પરાજય થયો હતો.