અમદાવાદ એરપોર્ટ પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફાયર, NDRF, મેડિકલ, પોલીસ, CISF અને અન્ય એજન્સીનું મોકડ્રીલ યોજવામાં આવ્યું છે. તેમાં ઇમરજન્સી
માં પહોચી વળવા માટે સંયુક્ત અભ્યાસ માટે મોકડ્રિલ યોજાઇ હતી. જેમાં એરપોર્ટ રન વે-પર મોકડ્રીલ યોજાઇ છે. તેમજ ડમી ચાર્ટર્ડ ફલાઇટને રન-વે પર રાખીને મોકડ્રીલ કરાઇ છે.
તેમાં ફલાઇટમાં આગ લાગે તો કેટલું ઝડપી કેવી રીતે આગ પર કાબૂ મેળવી તેની ચકાસણી કરાઇ છે. ડમી ફલાઇટમાં લાગેલી આગને ફાયરબ્રિગેડ દ્વારા ફોમ અને ફાયર રોબોટ્સ વડે કાબૂમાં લીધી છે.