દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા હતા અને શહેરી વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠામાં પણ વરસાદની એન્ટ્રી થઇ ગઈ છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઓલપાડમાં ભારે વરસાદના કારણે પશુઓને પણ નુકસાન થયું છે. ઓલપાડમાં કરંટ લગતા 7 ભેંસના મોત થયા હતા.